અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ડુગરવાડા ગામે જેટકોના પાવર સ્ટેશનના સબ સ્ટેશનમાં આજે કોઈક ટેકનીકલ ખામી સર્જાતા બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં સબ સ્ટેશનમાં આઉટ ર્સોસિંગમાં કામ કરતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાજ્યા હતા.
જેઓને ૧૦૮ મારફતે મોડાસાની યુનિટી હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવાયા હતા.જ્યારે પાવર સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થવાના કારણે આસપાસના ડુગરવાડા સહિતના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
જોકે વીજ કંપનીના કર્મચારીઓએ પાવર સ્ટેશન નાબોઈલર થયેલા બ્લાસ્ટને સમાર કામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામ ગીરી હાથ ધરી હતી જોકે આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તે અંગે જેટકો કંપનીના અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી.
મહત્વની વાત એ છે કે આ ઘટનામાં આ ૬૬ કેવી સબ સ્ટેશનમાં આઉટ ર્સોસિંગથી કામ કરતા બે કર્મચારીઓ દાજ્યા હોવા છતાં કંપનીનું નામ ખરાબ થવાની બીકને કારણે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી અધિકારીઓ દ્વારા ગંભીરતા દાખવવામાં આવી ન હતી.