જિ.પંચાયતમાં ૭ સભ્યોને ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની અરજી નિર્દિષ્ટ અધિકારીએ ફગાવી

471

ગાંધીનગર જમિયતપુરા કેનાલની બાજુમાં ઝાડીઓમાંથી શેરથાના યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો યુવક પાંચ દિવસ પહેલાં જ ઘરેથી નીકળી ગયો હતો. જે અંગે પરિવારે અડાલજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ પણ કરાવી હતી.

ઘટનાની વિગત પ્રમાણે શેરથા ગામે રહેતો ૨૨ વર્ષીય યુવક ચતુર તખતસિંહ ઠાકોર ૧૭ જુનના રોજ ઘરેથી નીકળી ગયો હતો. જે અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અને પરિવાર બંને દ્વારા યુવકની શોધખોળ કરાઈ રહી હતી. ત્યારે શનિવારે ચાર વાગ્યાના સુમારે યુવકની લાશ અડાલજ પાસેના જમિયતપુરા કેનાલ નજીકની ઝાડીઓમાંથી મળી આવી હતી. ઘટના અંગે જાણ કરાતા એએસઆઈ સંદીપ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ ઘટના અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી લાશના પીએમની તજવીજ હાથધરી હતી. સામાન્ય રીતે પીએચસી સેન્ટર પર પીએમ કરાતા ન હોવાથી અડાલજ પોલીસ લાશને લઈને ગાંધીનગર સિવિલ પહોંચી હતી. જ્યાં ફરજના પરના ડૉક્ટર્સે આરોગ્ય વિભાગના આદેશને પગલે પોસ્ટ મોર્ટમ માટે પીએચસી સેન્ટર જવાનું કહ્યું હતું.

આ રીતે જંમિયતપુરાની ઝાડીઓમાથી આ રીતે શેરથાના યુવકની આપધાત કરેલી હાલતમા લાશ મળી આવતા આ વિસ્તારમા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. હાલ પોલીસે આ યુવકે આપઘાત કેમ કર્યો તે અંગેનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવથી અનેક અટકળો ચાલી રહી છે.

પોલીસે લાશને અડાલજ પીએચસી સેન્ટર ખાતે લઈ જવી પડી હતી. જ્યા હાજર સ્ટાફે પણ પીએમ માટે ઉપરીને પૂછવું પડશે તેવું કહીં પોલીસને લાશ સાથે કલાકો બેસાડી રાખી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે કે લાશનું પોસ્ટ મોર્ટમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજીયાત કરવાનો રહેશે. જો ત્યાં સગવડ ન હોય તો સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવાનું રહે છે. આ છતાં રાજ્યના અનેક પીએચસી સેન્ટરોમાં ક્યાંયકને ક્યાંક પીએમ માટે આનાકાની કરાતા પોલીસને હેરાન થવું પડે છે. જો પોલીસને પણ આવી બાબતે હેરાનગતિ વેઠવી પડતી હોય તો સામાન્ય લોકોનુ શુ થતુ હશે?

Previous articleછેલ્લા સેમની પરીક્ષા પૂરી થયાના ૩૦ દિવસમાં જ જીટીયુ પરિણામ આપશે
Next articleનારોલમાં કરંટ લાગતા ૯ વર્ષીય બાળકનું મોત