હોન્ડા કંપની અને રોયલ મોટરસાયકલઅને સ્કુટર ઇન્ડિયા પ્રા.લી. દ્વારા મહિલાઓ માટે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ 

1160
gandhi5-2-2018-1.jpg

ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) કોલેજ ખાતે વિશ્વપ્રસિદ્ધ ઓટોમોબાઇલ કંપની હોન્ડા પ્રા.લી.,રોયલ મોટરસાયકલ અને સ્કુટર ઇન્ડિયા પ્રા.લી. દ્વારા ગર્લ્સ માટે સ્પેશ્યલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
કંપનીના એક્સ્યુકેટીવ(સેફટી અને ટ્રેનીંગ વિભાગ) ઉર્મી નંદી તેમજ રાહીશ પઠાણ (સેલ્સ મેનેજર) દ્વારા સેફ રાઈડની તાલીમ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે બીબીએ કોલેજ અભ્યાસ ની સાથે સાથે વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. જેના ભાગ રૂપે ઉપરોક્ત તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે સાંપ્રત સમયમાં વાહન ચલાવવું તે મહિલાઓ માટે પણ પ્રાથમિક લાયકાત સમાન બની ગયું છે. 
સમાજ માં ર્વકિંગ વુમન તરીકે અનેક ફરજો બજાવવા ની હોય ત્યારે દ્વિચક્રી વાહન આવશ્યક છે. પરંતુ સાથેસથે વધતા અકસ્માત મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે.
જે બાબત ને ગંભીરતા થી લેતા ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓ જે ૧૮ વર્ષની આસપાસ ની ઉમર ધરાવે છે. તેઓ દ્વિચક્રી વહનનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે. ત્યારે તેઓ સલામત વાહન ચલાવે તેમજ અકસ્માતનું જોખમ ઓછુ થાય સાથેસાથે ઇઝી ડ્રાઇવિંગની ટેકનીક્સ વિદ્યાર્થીનીઓ ને શીખવી હતી. 
કોલેજની કુલ ૮૮ વિદ્યાર્થીનીઓ ને આ બાબતે કેમ્પસ ખાતે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં કોલેજના અધ્યાપિકા પ્રો.માર્ગી દેસાઈ,પ્રો.નિવેદિતા રાવલ, પ્રો. શીતલ પટેલ ,પ્રો.પ્રીન્સી મેકવાન પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીનીઓ ને કેમ્પસ ના મેદાન માં પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન આપવા માં આવ્યું હતું. તાલીમ બાદ તમામ વિદ્યાર્થીનીઓ ને પ્રમાણપત્ર તેમજ કંપની નું કિચન આપવા માં આવ્યું હતું. 

Previous articleસે-૨૨ બીએપીએસ સંસ્થા દ્વારા રમતોત્સવ યોજાયો
Next article ગિરનારમાં યોજાઈ આરોહણ-અવરોહણ સ્પર્ધા