અદ્યતન ગીતામંદિર બસપોર્ટમાં મુસાફરોને પડે છે મુશ્કેલી, અંદર ચાલતા જવું પડે છે

874

શહેરમાં ગીતા મંદિર પર અદ્યતન બસપોર્ટ બનાવવામાં આવ્યું ત્યારે દાવા પણ કરવામાં આવ્યા હતાં કે એરપોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવશે. હાલ આ મોટી મોટી વાતોથી અલગ જ પરિસ્થિતિ નવા બસપોર્ટ પર જોવા મળે છે. અદ્યતન બસપોર્ટ શરુ થવાનું હતું ત્યારે દાવાઓ કરવામાં આવ્યા હતા કે અહીં દિવ્યાગો આવશે ત્યારે તેમને વ્હિલચેર આપવામાં આવશે. પરંતુ આ વાતો તો માત્ર વાતો જ છે. વ્હિલચેરની વાત તો છોડો પરંતુ બસપોર્ટના ટર્મિનલ સુધી પહોચવા માટે કોઇ રિક્ષાને પણ અંદર આવવા દેવામાં નથી આવતી. અહીં વિકલાંગો કે જેમના પગન ન હોય તેમને પણ તેમની જાતે જ અંદર આવવું પડે છે. જેના કારણે વિકલાંગોની સાથે અનેક મુસાફરોને તકલીફ પડી રહી છે.

વાત એવી છે કે પ્રવાસીઓને બસપોર્ટના ટર્મિનલ સુધી પહોંચવા માટે વ્હિકલ-વે બનાવ્યો છે. જ્યાં પ્રવાસીઓને ડ્રોપ અને પીકઅપ કરવામાં આવે છે. પરંતુ હબટાઉન કંપની અને એસટી નિગમના અધિકારીઓની મનમાનીના કારણે પ્રવાસીઓને બસપોર્ટના એન્ટ્રી ગેટ પરથી રિક્ષાને અંદર જવા દેવામાં આવતી નથી. જેના કારણે પ્રવાસીઓએ પોતાનો સામાન ઉંચકીને મુશ્કેલીથી બસના પ્લેટફોર્મ સુધી પહોચે છે.

મહત્વૂપૂર્ણ છે કે તંત્ર બસપોર્ટ પર પ્રવાસીઓને સુવિધા આપવાના બદલે કઈ રીતે પૈસા કમાઈ શકાય તેમાં વધુ રસ રાખે છે. બસપોર્ટનાં ટર્મિનલની બહાર કે જ્યાં વિકલાગોના વ્હિકલ પાર્ક કરવાની જગ્યા છે. ત્યાં પણ સ્ટોલ બનાવી દીધા છે. સ્ટોલ ભાડે આપી દેવામાં આવ્યા છે જો કે લાખો ચોરસવાર જમીન એવીરીતે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યાં છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યા વધુ અને જગ્યા ઓછી પડી રહી છે. પરંતુ પ્રવાસીઓને સુવિધા આપવામા તંત્રને બિલકુલ રસ નથી. જો કે પ્રવાસીઓને પડતી મુશ્કેલી અંગે એસટી નિગમનાં સત્તાધિસો પાસે જવાબ માગવા ગયા પરંતુ વિભાગીય નિયામક કે ડેપો મેજર પણ હાજર ન હતા. ત્યાર બાદ એસટી નિગમની મધ્યક્ષ કચેરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો એસટી નિગમનાં અધિકારીઓ દ્વારા જવાબ મળ્યો કે,’જનરલ મેનેજર ભાવનગરમાં એસટી નિગમનો કાર્યક્રમ યોજાવવાનો છે, જેમા વ્યસ્ત છે. જો કે એધિકારીઓ સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત છે અને પ્રવાસીઓ ત્રસ્ત છે.

Previous articleનારોલમાં કરંટ લાગતા ૯ વર્ષીય બાળકનું મોત
Next article૧૯ વર્ષ પછી અમદાવાદના મંદિરો પાસેથી રોજના રૂ.૧ લેખે વાર્ષિક રૂ. ૩૬૫ સફાઈવેરો વસૂલ કરાશે