જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સેના અને સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. જોકે, તેમના પ્રયાસો ઉપર સુરક્ષાદળોએ પાણી ફેરવી રહ્યા છે. આજે બીજા દિવસે સુરક્ષાદળોએ આતંકવાદીઓની મોટી હુમલાની યોજના ઉપર પાણી ફેરવી દીધુ હતું.
સુરક્ષા દળોને આજે મોટી સફળતા હાથ લાગી હતી. આજે વહેલી પરોઠે ખીણમાં ઘુસણખોરી કરનાર ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. ચારેય ત્રાસવાદીઓ ખુબ જ ખુખાર હોવાનુ જાણવા મળ્યું છે. ઠાર મરાયેલા આતંકવાદીઓની પાસેથી મોટા પ્રમાણમાં ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓની ઓળખ ચાંદપોરાના શૌકત અહેમદ, પુલવામાના અહેમદ ખાંડે, બરથિપારોના સુહૈલ યુસુફ અને શોપિયાનના રફિ હસન તરીકે થઈ છે. થોડા દિવસ પહેલા આતંકવાદીઓને ફટકો પડ્યો હતો. હાલમાં ત્રાસવાદીઓની ઘુસણખોરી એકાએક વધી ગઈ છે. સતત સર્ચ ઓપરેશન કરીને ત્રાસવાદીઓને સોધી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીરમાં શોપિયનના કિગમમાં દારમદોરા વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરાયુ હતું. માહિતી મુજબ, સેનાનુ આતંકવાદી સામેનુ ઓપરેશન ખતમ થઈ ગયુ છે. એનકાઉન્ટરના સમયે શરૂઆતમાં બે ચરમપંથીને ઠાર મરાયા હતા.
પણ બાદમાં સર્ચ ઓપરેશનમાં અન્ય બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા. અથડામણવાળી જગ્યાએથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરાયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સેનાને સુચના મળ્યા બાદ શોપિયનમાં ઘેરાબંદી શરૂ કરી દીધી હતી. સર્ચ ઓપરેશન સમયે આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં એન્કાઉન્ટર કરતા સેનાએ પણ ગોળીઓ ચલાવી અને ચાર આતંકીઓને ઠાર મારી દીધા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે સેનાએ કીગમ વિસ્તારમાં આતંકીઓનાં ઠેકાણેને ઉડાવી દીધો છે. જો કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. જણાવી દઈએ કે, આ પહેલા બારામુલા વિસ્તારમાં શનિવારે સેના સાથેની અથડામમમાં જૈશ-એ- મોહમ્મદનો એક આતંકવાદી ઠાર મરાયો હતો. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો ત્રાસવાદી સંગઠનોની લિડરશીપ ઉપર હુમલા કરી રહ્યા છે. જેથી તેમની કમર તુટી ગઈ છે.