રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રવેશ પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની જરરૂ પડે છે. ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસીએશને આક્ષેપ કર્યો છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ બોગસ દસ્તાવેજો રજૂ કર્યા છે. ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આક્ષેપ કરાયો છે કે આણંદ અને આંકલાવમાં ખોટા દસ્તાવેજો આપી સર્ટિફિકેટ બનાવાયા છે. આ મામલે ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનને લેખિતમાં રજૂઆત કરતા રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી.નીતિન પટેલે વાલીઓના આક્ષેપના પગલે જણાવ્યું હતું કે રાજ્યસરકારે વિદ્યાર્થીઓનો તકલીફ ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરી છે. મેડકિકલ અને ડેન્ટલની ૧૦ હજાર બેઠકો સામે ૮ બેઠકો પર ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરી નથી. આમ છતાં કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ પડશે તેમને સમસ્યા હશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે. વાલીઓનો આક્ષપે હતો બોગસ દસ્તાવેજો રજૂ કરી તૈયાર થયેલા ડોમિસાઇલ સર્ટિફિકેટના દ્વારા ગત વર્ષે ૪૦૦થી વધુ બોગસ એડમિશન સામે આવ્યા હતા.
ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડો. વસંત પટેલે જણાવ્યું હતું કે એક વિદ્યાર્થી ગુજરાતમાં જન્મ્યો નથી તેમ છતાં આણંદના આંકલાવ મામલતદારે તેમને સાત વર્ષના રહેઠાણનો પુરાવો આપ્યો હતો.