સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા ૨૨ બાળકોના મોત થયા હતા. આ ઘટનાને આજે ૩૦ દિવસ પૂર્ણ થયા છે. ૩૦ દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આજે તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.
મહત્વનુ છે કે, આજથી ૩૦ દિવસ પહેલા ૨૪ એપ્રિલના રોજ ક્લાસીસમાં આગ લાગી હતી. ક્લાસીસમા આગ લાગતા ૨૨ માસૂમ બાળકોના મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને ક્લાસીસો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ ઘટનામાં પોલીસ દ્વારા બિલ્ડર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અગ્નિકાંડમાં પોલીસે અત્યાર સુધી ૯ અધિકારીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.