તા.૨ ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ જળપ્લાવિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ભરના જળ પ્લાવિત વિસ્તારો પર પ્રદુષણની ભયાનક અસરો જોવા મળી રહેલ છે જેના કારણે વિશ્વભરના જળ પ્લાવિત વિસ્તારો પર વસવાટ કરતા સજીવોનું અસ્તિત્વ જોખમાયુ છે. તેમજ જળ પ્લાવિત વિસ્તારોમાં વધતા પ્રદુષણ અને તેની માઠી અસરો માટે વિશ્વના તમામ દેશો ચિંતીત છે. તા.૨ ફેબ્રુઆરી જળ પ્લાવિત દિવસ દ્વારા તેના સંરક્ષણ કાર્યો રૂપે ઉજવણી કરે છે જેના ભાગે રૂપે રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ દ્વારા વેળાવદર ખાતે વન વિભાગના એસીએફ ત્રિવેદી, આર.એફ.ઓ. ફોરેસ્ટર હરપાલસિંહના માર્ગદર્શન તેમજ સંસ્થાના પ્રશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જળ પ્લાવિત વિસ્તારની મુલાકાત તેમજ ત્યાના પક્ષીઓની સમજ આપેલ આ ઉપરાંત શહેરમાં બોરતળાવ, કુંભારવાડા, એરપોર્ટ રોડ, તેમજ ગોરડ સ્મશાન નજીક જળ પ્લાવિત વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજહંસ પેલીકન, ફલેમિંગો, તેમજ અનેક પક્ષીઓ નિહાળેલ ઉપરોક્ત કાર્યક્રમને સંસ્થા હર્ષદ રાવલીયા, મલય બારોટ હરદીપ હિરાણી, મિતલ પાઠક, તેમજ માધવી, ટ્રસ્ટી, અકિતા અને માનસી સહિતે જહેમત ઉઠાવેલ.