સણોસરા ખાતે આજે નિરૂબાપુના અધ્યક્ષસ્થાને પંચામૃત કાર્યક્રમ યોજાઇ ગયો. સિહોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોકુળભાઇ આલ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં નેત્ર નિદાન, દંત રોગ નિદાન, રક્તદાન, પ્રાકૃતિક ચિકિત્સા અને મા અમૃતમ યોજના માટે સણોસરા તથા આજુબાજુના ગામોના દર્દી લાભાર્થી આવ્યા હતા. રાજુભાઇ જાનીના સંચાલન સાથે ઘનશ્યામસિંહ ગોહિલે ઉદ્દબોધન કરેલ.