જાફરાબાદનાં બાબરકોટ ગામેથી જુગાર રમતા સાત શકુની ઝડપાયા

549

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.જી.પી.જાડેજા, આર.ડી.વાળા, મહેશભાઇ હીમાસીયા, મિલનભાઇ મારૂ, ભીમભાઇ ગઢવી, સુરજભાઇ બાંભણીયા,બરવીનભાઇ ચૌહાણ, અનિરૂધ્ધભાઇ ખુમાણ, નરેન્દ્રભાઇ વરૂ,  પરશોતમભાઇ સોલંકી તથા જાફરાબાદ મરીન પોલીસ ટીમ દ્રારા ખાનગી રાહે બાતમી આધારે જુગારના પ્રેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન હકીકત મળેલ હોય કે બાબરકોટ ગામે  બકાલા માર્કેટની સામે ખુલ્લામાં લાઇટના અજવાણા નીચે ૦૭ ઇસમો પૈસાની હેરફેર કરી  તીન પતીનો જુગાર રમતા હોય દરોડો પાડતા જુગાર રમતા સાત શખ્સોની રોકડ રકમ રૂ.૨૧,૫૦૦ તથા મોબાઇલ નંગ કુલ ૦૮ કી.રૂ. ૧૦,૩૦૦/- મળી કુલ રૂ ૩૧,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ આરોપી રાજેશભાઇ છનાભાઇ સાંખટ ઉવ.૨૯, કનુભાઇ હકાભાઇ સાંખટ જાતે કોળી ઉવ.૩૦, રમેશભાઇ વેલાભાઇ શિયાળ ઉવ.૩૨, મોહનભાઇ ગભાભાઇ પરમાર ઉવ.૩૫, રામજીભાઇ રણછોડભાઇ સાંખટ કોળી ઉવ.૩૬, લાલદાસ જાનકીદાસ ગોંડલીયા (બાવાજી)  ઉવ.૩૦, જીવણભાઇ લાખાભાઇ મકવાણા કોળી  ઉવ.૨૪ રહે તમામ બાબરકોટ ગામે તા.જાફરાબાદવાળાને રૂા.૨૧,૫૦૦ ની રોકડ, ૮ મોબાઇલ મળી રૂા.૩૧,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ.

Previous articleસણોસરામાં ‘પંચામૃત’ કાર્યક્રમ યોજાયો
Next articleદામનગરનાં ગુરૂકુળ ખાતે વિશ્વયોગ દિન ઉજવાયો