દામનગરનાં ગુરૂકુળ ખાતે વિશ્વયોગ દિન ઉજવાયો

854

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે વિશ્વ યોગ દિન ઉજવાયો સંતો શિક્ષકો અને છાત્રો એ ગુરૂકુળ ખાતે સામુહિક યોગ કર્યા હતા. ૨૧ જૂન એટલે ભારત ના ભૂગોળ પ્રમાણે સૌથી લાંબો દિવસ સૂર્ય ની વિગ્રહ પરિગ્રહ ના ક્ષેત્ર ને આવરી લેતો દિવસ કર્કવૃત ના મધ્ય બિંદુ પર ભારત ના ભૂગોળ ની સ્થિરતા નો દિવસ

ભારત ની પૌરાણિક વિરાસત ને વિશ્વ સ્તરે પહોચાડવા નો અને શરીર ના વિભિન્ન અવ્યો ને આરોહન અવરોહન દ્વારા શરીર ને ચેતનાનો સંચય કરાવતી સજીવ પ્રાણી ઓ ની અનેકો મુદ્રા ઓ નો સમાવિષ્ટ થઈ શકે રેચક પૂરક અનેકો પ્રમાયમ ની ક્રિયા ઓ નો સમાવિષ્ટ દ્વારા શરીર ને શૂન્ય બનાવતી પરમાત્મા ની અનુકમ્પા અવરીત ઉતરતી રહે તેવા અદભુત યોગ દિવસે વિશ્વ ને યોગ શીખવતા જગત ગુરૂ ભારત ની દેન યોગ એટલે અનેકો રોગ નો ઈલાજ યોગ થી થતા ફાયદા વિશે ગુરૂકુળ શિક્ષકો નું મનીનય વક્તવ્ય શહેર ભર ની આંગણવાડી વર્કર નગરપાલિકા તંત્ર સહિત અનેકો ની હાજરી માં સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે યોગ માટે અદભુત વ્યવસ્થા કરાયેલ હતી હજારો છાત્રો પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કોલેઝ સહિત ના તમામ છાત્રો શિક્ષકો નો સામુહિક યોગ કાર્યક્રમ યોજાયો હતો.

Previous articleજાફરાબાદનાં બાબરકોટ ગામેથી જુગાર રમતા સાત શકુની ઝડપાયા
Next articleરાણપુર સ્વીમી વિવેકાનંદ કો.ઓ. સોસા.ની વાર્ષિક સાધારણ સભા મળી