તાજેતરમાં જમ્મુ કાશ્મીર રાજ્યમાં મુફત-ભાજપની ગઠબંધન સરકાર દ્વારા ભારતીય સુરક્ષા દળો દ્વારા પથ્થર બાજો ઉપર કરવામાં આવેલ કાર્યવાહી બદલ એફ.આઈ.આર. નોંધવામાં આવતા, આ કાર્યસેનાનું મનોબળ તોડનાર અને પથ્થરબાજોની હિંમત વધારનારૂ હોય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે ભાજપનાં ટેકાવાળી કાશ્મીર સરકારના વિરોધમાં દેખાવો કરી સુત્રોચ્ચાર કર્યા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કિરીટભાઈ મિસ્ત્રી, ધર્મેન્દ્રભાઈ પંડ્યા અને અરવિંદભાઈ રાનોડ સહિતનાં પદાધિકારીઓ દ્વારા સરકારની આ નીતીને સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી.