દશાશ્રીમાળી કંઠીબંધ વણિક જ્ઞાતિ યુવક મંડળ, ભાવનગર દ્વારા જ્ઞાતિના બાળકો માટે ગણેશક્રિડા મંડળ ખાતે રમત-ગમત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં દોડ, લોટફુંકણી, થ્રો બોલ, લંગડી દોડ, ચોપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, ઝંપીંગ દોડ, સંગીત ખુરશી સહિતની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.