સિહોર ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ સિહોર આયોજિત તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ તા.૨૩ ને રવિવાર ના રોજ જ્ઞાતિની વાડી ખારાકુવા ખાતે યોજાયો હતો જેમાં ગંસ્વ લલીતાબેન અમૃતલાલ પંડ્યા ,ગંસ્વ જયાબેન મનસુખલાલ મહેતા તથા ગીતાબેન ગજુભાઈ શુક્લ આ ત્રણેય ઇનામો ના દાતા હતા આ દાતાની પ્રેરક ઉપસ્થિતિમાં શિહોર નગરપાલિકાના પ્રથમ નાગરિક મહિલા મેયર દિપ્તીબેન ત્રિવેદીની અધ્યક્ષતામાં આ ઇનામ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ
નર્સરી થી લઇ ધોરણ૧૨ તથા કોલેજ ના વિદ્યાર્થીઓને ઈનામો થી નવાજવામાં આવેલ હતા સાથે જ્ઞાતિના શ્રેષ્ઠ બે વિદ્યાર્થીઓને ગણપતભાઇ પંડ્યા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવે છે જેમાં સૌથી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ માં ધોરણ ૫ થી ૮ માં ક્રિષા કૌશિકભાઈ વ્યાસ તથા ધોરણ ૯ થી ૧૨ માં ત્રિવેદી લક્ષ વિશાલભાઈ એમ જ્ઞાતિના બે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ જાહેર થયા હતા જ્ઞાતિ પ્રમુખ અજયભાઇ શુકલ દ્વારા પણ જણાવેલ કે જ્ઞાતિના આ કાર્યક્રમમાં ૧૦૦% હાજરી હોવી જોઈએ અને ફરજિયાત બળકોને સાથે લાવવા જોઈએ જેથી તે પ્રોત્સાહિત થાય
આગામી સમય માટે સિહોર સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ ના પ્રમુખ અજયભાઇ શુકલ દ્વારા આગામી કાર્યકારી પ્રમુખ તરીકે નું પ્રમોદભાઈ પંડયા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેની નિમણૂક ને સહર્ષ તમામ જ્ઞાતિજનોએ સર્વાનુમતે નીમ્યા હતા આગામી ૧ વર્ષ માટે પ્રમુખ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો.