રીંગરોડ પર ટ્રક નીચે ચગદાઇ જતા બાઇક ચાલક યુવાનનું મોત

709

ભાવનગર ટોપ થ્રી સર્કલ નજીક રીંગ રોડ પર ટ્રક અને મોયર સાયકલ વચ્ચે અકસ્માતની ઘટનામાં ભરતનગરમાં રહેતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ભાવનગરના ટોપથ્રી સર્કલ નજીક રીંગ રોડ પર આવેલ બ્રહ્મપાર્ક સોસાયટી નજીક વૃંદાવન રેસ્ટોરન્ટ પાસે બપોરના સમયે ટ્રક અને મોટર સાયકલ વચ્ચે અકસ્માતની ઘટનામાં ભરતનગરમાં રહેતા ચિરાગભાઇ ચંદુગીરી ગૌસ્વામીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

આ બનાવની જાણ થતા ભરતનગર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી. બનાવ બનતા ઘટના સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની આ ઘટના અંગે ચંદુગીરી જયગીરીએ ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleવલ્લભીપુર પોલીસ સ્ટેશને વિદાય સમારંભ યોજાયો
Next articleકુંભારવાડા પ્રા.શાળામાં બાળકોને જીતુ વાઘાણી દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ