સરકારી શાળા નં – ૪૯ અને ૫૨ , અક્ષરપાર્ક , કુંભારવાડા. માં નવા પ્રવેશ લેનાર ધો -૧ ના બાળકો ને શેક્ષણિક અને સ્વચ્છતા કીટ નું વિતરણ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણશ્ચના વરદ હસ્તે તેમજ શહેર ભાજપા ના મહામંત્રી મહેશભાઈ રાવલ, મેયર મનભા મોરી , ડે. મેયર અશોકભાઈ બારૈયા , શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ , સમિતિ ના સભ્યો જાસુભાઈ ગાંધી , રસિકભાઈ સિદ્ધપુરા , વર્ષાબા પરમાર , સહિત કુંભારવાડા વોર્ડ ના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યા માં વાલીઓ ભાઈઓ અને બહેનો તેમજ બાળકો ની પ્રેરક ઉપસ્થિતિ માં ૨૬૫ બાળકો ને કીટ વિતરણ કરાયું જેમાં સ્લેટ (પાટી) , પાપા પગલાં ની બુક , કાંકરા નું પેકેટ , પેન્સિલ , રબ્બર , સંચો , ફૂટપટ્ટી , રૂમાલ , અને એક વોટર બેગ સહિત ની વસ્તુઓ બાળકો ને મળી જે બાળકો ખૂબ ખુશ થયેલ.