નારી ગામે રહેણાંકી મકાનમાંથી ૨૨ કિલો ગાંજા સાથે એકને ઝડપી લેતી એસઓજી

826

જે ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.અશોકકુમાર યાદવની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી સાથે એસ.ઓ.જી.ના પોલીસ સ્ટાફે નારીગામેથી હસમુખભાઇ કરશનભાઇ મોરડીયા ઉ.વ.૫૦ નારીગામ ભાવનગર વાળાના રહેણાંકી મકાને મોડી રાત્રીના નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુરના રહેણાંકી મકાનેથી માદક પદાર્થ ગાંજો વજન ૨૧.૪૨૦ કિલો ગ્રામ કિ.રૂ઼. ૧,૨૮,૫૨૦/-  નો કબ્જે કરવામાં આવેલ છે. મજકુર આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીએ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી, એસ.ઓ.જી. સ્ટાફના બલવિરસિંહ જાડેજા, જગદીશભાઇ મારૂ, વિજયસિંહ ગોહિલ,  ચંદ્રસિંહ વાળા, હારીતસિંહ ચૌહાણ, શરદભાઇ ભટ્ટ, બાવકુદાન ગઢવી, ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.

Previous articleકુંભારવાડા પ્રા.શાળામાં બાળકોને જીતુ વાઘાણી દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ
Next articleમોટી પાણીયાળી કે.વ.શાળામાં પ્રવેશોત્સવ : ચોપડા વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો