ભાવનગરમાં ઉજવાઈ રહેલ માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, આરટીઓ અને ટ્રાફીક શાનખા દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતે આજે ટ્રાફીક જાગૃત્તિ વિષય અંતર્ગત ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપરાંત નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈને ચિત્રો દોર્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થનારને ઈનામો આપીને તેમજ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહીત કરાશે.