પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં તારીખ;૨૩ને રવિવારે રજાના દિવસે ગ્રામજનોની વિશાળ હાજરીમાં ધોરણ એક ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો,જેમાં બાળકોને કુમકુમ તિલક થી સ્વાગત કરી દાતા તરફથી કીટ આપવામાં આવી હતી.આજના કાર્યક્રમમાં મારુતિ ડીયામ પરીવાર ભાવનગર તરફથી શાળાના તમામ ૪૦૦ બાળકોને જરુરીયાત મુજબ સારી ગુણવત્તાના કુલ ૨૦૦૦ ચબે હજારૃ ફૂલ્સકેપ ચોપડા તથા બિસ્કીટનું ફ્રી માં વિતરણ મારુતી ડીયામ પરિવારના અનિલભાઈ અને મારુતી ડીયામ પરિવારના યુવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું,સાથે સાથે શાળાને ૧૫ પંખાનું દાન આપવાની જાહેરાત પણ મારુતી ડીયામ પરિવાર તરફથી કરવામાં આવેલ,શાળાના બાળકો માટે તેમના હેતુ વિનાના હેત ની લાગણીને શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા દ્વારા બિરદાવવામાં આવેલ.આજે યોજાયેલ બાળમેળામાં દરેક ધોરણ માથી પ્રથમ નબરં મેળવનાર બાળકોને શાળાના શિક્ષકોના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મહેમાનોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.શાળાનો સમગ્ર સ્ટાફ શાળા અને બાળકોના વિકાસ માટે ખુબ જ મહેનત કરે છે જેને શાળાની એસ.એમ.સી કમિટી અને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવેલ.