ભાવનગરમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરેરાશ ૭૦.૭૪ટકા મતદાન

959
bhav5-2-2018-7.jpg

ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં આજે ૮૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થયુ હતુ મતદાન બુથો ઉપર સવારથી જ મતદારોની મતદાન કરવા માટે ઉત્સાહભેર કતારો લાગી હતી તો પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો સાંજે શાંતિપૂર્ણ રીતે મતદાન કામગીરી પૂર્ણ થતા વહીવટી અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો આજે થયેલા મતદાનનીતા.૬ને મંગળવારે મતગણતરી કરવામાં આવશે અને પરિણામ જાહેર થશે.
ભાવનગર જિલ્લાનાં વિવીધ તાલુકાઓમાં કુલ ૧૨૯ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પડેલ તેમાંથી ૪૩ ગ્રામ પંચાયતો બીન હરીફ (સમરસ)જાહેર થયેલ ત્યારે ૬ ગ્રામ પંચાયતોમાં કોઈએ ઉમેદવારી ન કરતાં બાકી રહેલી ૮૦ ગ્રામ પંચાયતો માટે આજે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ભાવનગર તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતો, ઘોઘા તાલુકાની ૮, સિહોર તાલુકાની ૧૩, વલ્લભીપુર તાલુકાની ૧૧ ગ્રામ પંચાયતો ઉમરાળા તાલુકાની ૯ ગ્રામ પંચાયત, પાલીતાણા તાલુકાની ૧૫, ગારિયાધારની ૩, મહુવા તાલુકાની ૩, જેસર તાલુકાની ૫ તેમજ તળાજા તાલુકાની ૩ મળી કુલ ૮૦ ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી માટેનું મતદાન થયુ હતું.
મતદાન પૂર્વે સરપંચ અને વોર્ડ સભ્યો દ્વારા ચૂંટણીમાં વિજયી માટે પ્રચાર પ્રસાર કરીને એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષોનાં નિશાન ઉપર લડવામાં નથી આવતી પરંતુ રાજકીય પક્ષનાં ટેકેદારો હોય છે આજે સવારથી તમામ ગ્રામ પંચાયતોમાં ઉત્સાહભેર મતદાન શરૂ થયુ હતું કેટલાક બુથો ઉપર તો લાંબી કતારો મતદાન કરવા માટે લાગી હતી સાંજે સમય પૂર્ણ થતા સુધીમાં ભાવનગર જિલ્લાની ૮૦ ગ્રામ પંચાયતોમાં સરેરાશ ૭૦.૭૪ ટકા મતદાન થયુ હતું. આજે થયેલી ચૂંટણીની મતગણતરી તા.૮ને મંગળવારનાં રોજ કરાશે અને પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારે ગ્રામ પંથકમાં કોણ વિજેતા થશે તેની ઉત્સુકતા વધી છે.

Previous article ટ્રાફીક જાગૃત્તિ ચિત્ર સ્પર્ધા
Next article ભાવનગરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વેપારીઓ દ્વારા બે રોકટોક ઉપીયોગ