ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલ વિશ્વકપના મુકાબલે ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. પહેલા પાકિસ્તાન અને પછી અફઘાનિસ્તાન પર જીત મેળવીને ભારતીય ટીમે બતાવી દીધુ છે કે ક્રિકેટના આ મહાકુંભમાં તેનો ઈરાદો શું છે. હાલમાં જ અફઘાનિસ્તાનની ટીમ સાથે રમાયેલ મેચમાં ભારતીય બોલર પણ પૂરા રંગમાં જોવા મળ્યા હતાં આ મેચની ખાસ વાત એ રહી કે મોહમ્મદ શમી એ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતને જીત અપાવી દીધી. શમીના આ પ્રદર્શન પર હવે તેમની પત્ની હસીન જહાંનુ નિવેદન સામે આવ્યુ છે.
શમીના આ પ્રદર્શન પર તેમની પત્ની હસીન જહાંએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ, ‘ભારતીય ટીમે જો વર્લ્ડ કપ જીતવો હોય તો આ રીતનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખવુ પડશે. પોતાના દેશ માટે રમવુ દરેક ક્રિકેટર માટે ગર્વની વાત છે અને જો તમે પોતાની ટીમને જીતાડો તો આનાથી મોટી કોઈ વાત ન હોઈ શકે. મારી દિલથી ઈચ્છા છે કે ભારતીય ટીમ વિશ્વ કપ લઈને આવે.’ એ યાદ રહે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હજુ ગયા મહિને જ હસીન જહાંએ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીની બહેન ફરહત નક્વી સાથે મુલાકાત કરી હતી. વાસ્તવમાં ફરહત નક્વી ‘મેરા હક ફાઉન્ડેશન’ નામના સંસ્થા ચલાવે છે અને તલાક પીડિત તેમજ સમાજે સતાવેલી મહિલાઓના હકની લડાઈ લડે છે. હસીન જહાંએ ફરહત નક્વી પાસે મદદ માંગી. હસીન જહાંએ કહ્યુ કે શમી સાથે તેમના છૂટાછેડા નથી થયા અને તે તેમની સાથે રહેવા ઈચ્છે છે. હસીન જહાંએ કહ્યુ કે તેમની સંપત્તિમાં મારો અને મારી દીકરીનો અધિકાર છે એટલા માટે હું સાસરીમાં રહેવા ગઈ તો મારા પર ત્રાસ કરવામાં આવ્યો. પોલિસ પ્રશાસને શમીના દબાણમાં મારી સાથે દૂર્વ્યવહાર કર્યો. હસીન જહાં અને મોહમ્મદ શમીનો કેસ હાલમાં કોર્ટમાં છે. હસીન જહાંએ માર્ચ ૨૦૧૮માં મોહમ્મદ શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ પોતાના ફેસબુક પેજ પર વૉટ્સએપ અને મેસેન્જરના અમુક સ્ક્રીનશૉટ શેર કરીને દાવો કર્યો કે શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે આ સાથે જ હસીન જહાંએ એ પણ દાવો કર્યો હતો કે મોહમ્મદ શમી મેચ ફિક્સિંગમાં પણ શામેલ છે ત્યારબાદ બીસીસીઆઈએ આરોપની તપાસ માટે એક કમિટી બનાવી હતી. બાદમાં હસીન જહાંના ફિક્સિંગ સાથે જોડાયેલા આરોપો ખોટા નીકળ્યા અને ક્લીન ચિટ મળ્યા બાદ શમીને ભારતીય ટીમનો નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.