દલાલ સ્ટ્રીટની માંગણી પર ધ્યાન અપાય તેવી શક્યતા

381

સામાન્ય બજેટ આડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે તમામ દ્વારા પોત પોતાની રજૂઆત કરવાનો સિલસિલો જારી રહ્યો છે. પાંચમી જુલાઇના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામા ંઆવનાર છે ત્યારે દલાલ સ્ટ્રીટ દ્વારા પણ પોતાની રજૂઆત કરી દેવામાં આવી છે. દલાલ સ્ટ્રીટે હવે ફરી કેટલીક માંગણી દોહરાવી છે. દલાલ સ્ટ્રીટ સાથે જોડાયેલા નિષ્ણાંતોનુ કહેવુ છે કે  બેંક ફંડિગને લઇને સરળતા પડે તે દિશામાં પહેલ કરવામાં આવે તે જરૂરી છે.  સાથે સાથે તેના વિસ્તૃતીકરણના કાર્યક્રમને પણ વેગ મળે તે જરૂરી છે.  નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને બજેટ પહેલા જુદી જુદી માંગણી મળી રહી છે. નિષ્ણાંતો કહે છે કે શેરબજારમાં નોકરીની વધારે તકો સર્જાય તે દિશામાં પહેલ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે.  સાથે સાથે અર્થતંત્રમાં શેરબજારની ભૂમિકા વધારે મજબુત બનશે. ફોરમે અન્ય કેટલીક રજૂઆતો પણ કરી છે. ભારતીય મુડી બજાર ઇન્ફ્રાસ્ટકચરને વિશ્વના સૌથી મોટા પૈકીના એક તરીકે ગણવામાં આવે છે. દલાલ સ્ટ્રીટ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ભારે અફડાતરફી જોવા મવી રહી છે. બીએસઇ અને નેશનલ સ્ટોક એક્સચેંજ સમક્ષ  ૧૪૦૦થી વધારે  બ્રોકર નોંધાયેલા છે. આવી જ રીતે આશરે ૫૦૦૦૦ નોંધાયેલા સબ બ્રોકરો છે. ફોરમે દાવો કર્યો છે કે ઇન્ડસ્ટ્રીઝ દરજ્જાની માંગ છેલ્લા  કેટલાક સમયથી રહેલી છે. બે દશક જુના ફોરમ તરફથી કેટલીક માંગણી કરવામાં આવી છે. ફોરમમાં  આશરે ૮૫૦ સભ્યો રહેલા છે. આવકવેરા કાયદાની જુદી જુદી કલમો સાથે સંબંધિત અન્ય માંગ પણ રહેલી છે. જેમાં સેક્શન ૮૮ ઇ હેઠળ રાહત ફરી શરૂ કરવાની માંગ સામેલ છે. રોકાણકારો પણ બોજ ઘટે તેવા પગલા લેવાની માંગ પણ કરવામાં આવીછે. બજેટમાં તેમની કેટલીક માંગ સ્વીકારવામાં આવે છે તે અંગે માહિતી બજેટ બાદ મળી શકશે. સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે.

Previous articleભારતીય ટીમે જો વર્લ્ડ કપ જીતવો હોય તો શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખવુ પડશે
Next articleશેરબજારમાં મંદી : સેંસેક્સ ૭૨ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો