બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર પોલીસ ચેકિંગ ચાલતું હતું. ત્યાં એક કારને પોલીસે રોકી હતી. ચેકિંગ કરતી વખતે પોલીસે કાર ઉભી રાખી હતી, પરંતુ આરોપીઓ ભાગ્યા હતા અને પોલીસ પર ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ ઘટના બાદ પોલીસે પીછો કરતા આરોપીઓ કાર છોડી ભાગ્યા હતા. પરંતુ પોલીસે કાર સાથે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં જે એક વ્યક્તિને પકડ્યો છે તેની પુછપરછમાં તે શખ્સ પંજાબનો હોવાનો ખુલાસો થયો છે.
પોલીસે આ ઘટના વિશે વધુ પુછપરછ કરતા કાર પંજાબની હોવાનું બહાર આવ્યું છે. ઘટના ઘટી એ સમયે કારમાં ચાર શખ્સો સવાર હતા. પરંતુ જેવી પોલીસે તેમની કાર રોકી કે તરત તેઓ ફાયરિંગ કરીને ભાગ્યા હતા. સામે પોલીસે ખેતરોમાં દોડી ૧ની ધરપકડ કરી હતી.પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છેકે ગેરકાયદે હથિયારને લઇને શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લાની પોલીસ બોર્ડર પર પહોંચી ગઇ હતી. ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.