પોલીસે ૫૦ ટીમ બનાવીને સરદારનગરમાં આવેલા છારાનગર અને કુબેરનગરમાં દરોડા પાડ્યા હતા
જિગ્નેશ મેવાણીએ ગયા વર્ષના અંતમાં ગોમતીપુર અને ત્યારબાદ વાડજ, મેઘાણીનગરમાં દારૂઓના અડ્ડા બંધ કરાવવા પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું. સફાળી જાગેલી પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. પરંતુ શહેરમાં દારૂના અડ્ડાઓ બંધ થવાનું નામ નથી લેતા. આજે પોલીસે ૫૦ ટીમ બનાવીને સરદારનગરમાં આવેલા છારાનગર અને કુબેરનગરમાં દરોડા પાડ્યા હતા અને ૪૦ જેટલા બુટલેગરોની પોલીસે અટકાયત કરી હતી.
૧૧૦૦ લિટર દેશી દારૂ પકડાયો
પોલીસે દારૂના અડ્ડા પર કાર્યવાહી કરી હતી અને ૪૦ જેટલા બુટલેગરોને પકડી પાડ્યા હતા.
છારાનગર અને કુબેરનગરમાં કરવામાં આવેલા દરોડામાં ૧૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાંથી ૮૦૦ લિટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ૩૦૦ લિટર દારૂને કબજે કરવામાં આવ્યો હતો.