બોટાદ જીલ્લાના રાણપુરમાં મુખ્યકુમાર શાળા નં-૨ ખાતે રાણપુર તાલુકાના પ્રાથમિક શિક્ષકો સહકારી મંડળીની સાધારણ સભા શિક્ષક મંડળીના ચેરમેન મહોબતસિંહ ચાવડા ના પ્રમુખ સ્થાને યોજાઈ હતી.આ સાધારણ સભામાં રાણપુર તાલુકાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાથના કરી રાજુભાઈ ભોજવીયાએ સ્વાગત પ્રવચન કરી મંડળીના મંત્રી કરણસિંહ વાળાએ ગત વર્ષ સભાનું પ્રોસેડીગ નું વાંચન કર્યુ હતુ.હાજર સભાસદોએ પ્રોસેડીગને હાથ ઉચા કરી બહાલી આપી હતી.સભાસદોના બાળકો જે ધોરણ ૧૧-૧૨ માં અભ્યાસ કરે છે.તેમને પુરસ્કાર આપવાની મંત્રી એ જાહેરાત કરી હતી આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સરકાર તરફથી આવતા પરીપત્રો નું ચુસ્ત પણે પાલન ઠરવાનું સરવાનુ મતે ઠરાવ્યુ હતુ.