પાંચ તલાવડાની આંગણવાડીનાં બાળકોને દફતર કીટ વિતરણ

827

લીલીયા  તાલુકા ના પાંચતલાવડા  મારૂતિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પુસ્તકાલય ખાતે ગ્રામ્ય વિસ્તાર ની બંને આંગણવાડી ના બાળકો ને દફતર લંચ બોક્સ સહિત અલ્પહાર રમકડાં સાથે કીટ વિતરણ કરતા અગ્રણીઓ અને અધિકારીના વરદહસ્તે બાળકો ને કીટ અર્પણ કરાય હતી જેમાં લીલીયા સી.ડી.પી.ઓ. શ્રદ્ધાબેન શુક્લ મુખ્ય સેવિકા પ્રિયંકાબેન કીકાણી ગુંદરણ  પ્રભાબેન રાઠોડ લીલીયા બી સી એ લીલીયા પરમાર પુસ્તકાલયના સ્થાપક મગનભાઈ ભાલાળા સરપંચ ધીરૂભાઇ ખુમાણ પૂજભાઈ ખુમાણ બાબુભાઇ બાબરીયા મહેન્દ્ર ભાઈ પરમાર ચંદુભાઈ ગોહિલ નટુભાઈ ભાતિયા  સહિત આંગણવાડી વર્કર હેલ્પર બહેનો વાલી ઓ અને બાળકો ની વિશાળ ઉપસ્થિતિ માં મારૂતિ ચેરી ટેબલ ટ્રસ્ટ સુંદર આયોજન દ્વારા આયોજન કરાયેલ.

લીલીયા તાલુકા ના પાંચતલાવડા ગામે મારૂતિ ચેરી ટેબલ ટ્રસ્ટ ના અગ્રણીઓનું શિશુઓ પર અપાર વાત્સલ્ય જેન વણિક જયેશભાઈ અદાણી ની ઉદારતા એ ગામ ની બંને આંગણવાડી ઓ માં જરૂરી સાધન સામગ્રી અને બાળકો ની કીટ અર્પણ કરાય હતી લીલીયા તાલુકા ના નાના એવા પાંચતલાવડા ગામે મારૂતિ ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત પુસ્તકાલય નિહાળી ખુશી વ્યક્ત કરતા અગ્રણી ઓ અને અધિકારી ઓ એ પુસ્તક પ્રવૃત્તિ ની સરાહના કરી અને બાળકો ને કરી કીટ અર્પણ કરાય હતી.

Previous articleતરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
Next articleરાણપુર તાલુકા કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સન્નાટો