ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી સંકુલમાં સોમવારે બપોરના સમયે ભિષણ આગ લાગી હોવાની ઘટના બની છે. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથધરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવાના જોર સાથે આગ અંદરો અંદર પ્રસરી રહી હતી. જેના પગલે એડમિન વિંગનું એક માળનું મકાન બળીને ખાખ થઇ ગયું હતું.મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરની ગિફ્ટ સિટી સંકુલમાં આવેલી એડમિન વિંગમાં આગ લાગી હતી. આગે ધીમે ધીમે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ઓફિસ ચાલું ન હોવાથી આગમાં કોઇ જાનહાની પહોંચી ન હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડના અધિકારીઓએ આગ અંગેનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હતું. જોકે, આ અંગે તપાસ બાદ વધારે જાણ થશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે એડમિન ઓફિસ બંધ હોવાના કારણે કોઇ કામ કરતું ન હોવાના કારણે કોઇ જાનહાની થઇ નથી. ગાંધીનગર ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.
હવાના જોર સાથે આગ વધારે પ્રસરી રહી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે એડમિન વિંગ ખુલ્લી જગ્યામાં શેડમાં ચાલતી હતી. ખુલ્લી જગ્યા હોવાથી પવનના વધતા જતા જોરના પવનથી આગ વધારે પ્રસરતા વિકરાળ થઇ હતી, જેથી ફાયરની પહેલી પ્રાથમિકતા આગ ઉપર કાબુ લેવાનું હોવાથી આગને કાબુમાં લેવા માટે અમદાવાદ અને કલોલની ફાયરની ટીમ બોલાવાઇ હતી. આ ઉપરાંત ગાંધીનગર ફાયર બ્રિગેડ અને ગિફ્ટ સિટીની ફાયર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શું છે ગિફ્ટ સિટી
ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ વર્ષ ૨૦૦૭માં શરૂ થયો હતો. તેની પાછળનો ઉદ્દેશ ભારત માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફાઇનાન્સ અને આઇટી ઝોન બનાવવાનો હતો, જે ભારતને જ નહીં, પણ સંપૂર્ણ વિશ્વને સેવા પ્રદાન કરે.ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ આવેલું છે. આ એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં આઇએફએસસી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરનો ભાગ છે.