બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસના મહામંત્રી બીસુભા ફતુભા પરમારે ભગવો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે.આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુરમાં કોંગ્રેસનું ઘર ગણાતા વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા પીઢ આગેવાન અને પુર્વ રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફતુભા પરમારના પુત્ર અને રાણપુર તાલુકા કોંગ્રેસના મહામંત્રી બીસુભા ફતુભા પરમારે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઈ પટેલની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરી લીધો હતો.બીસુભા ફતુભા પરમાર ભાજપ સાથે જોડાતા રાણપુર તાલુકા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો હતો.