બરવાળાના વહિયા પ્રા. શાળામાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો

869

બરવાળા તાલુકાના વહિયા ગામની પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮ ના તેજસ્વી દાતાઓના સહયોગથી વિધ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં ભુપતભાઈ ડાભી, હરપાલસિંહ ચુડાસમા,  પ્રફુલ્લાબેન, ભારતીબેન સહિતનો શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ જીલ્લાની શાળામાં અભ્યાસ કરતા બાળકો સતત પ્રયત્નશીલ તેમજ વિધ્યાર્થીઓની ચિંતા કરતા એસ.જે.ડુમરાળીયા(જિલ્લા શિક્ષણાધિકારી-બોટાદ) માર્ગદર્શન હેઠળ બરવાળા તાલુકાનાં વહિયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૮ ના તેજસ્વી વિધ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં ધો.૧ મા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શાળાની કિટ તેમજ ધો.૨ થી ૮ માં પ્રથમ,દ્વિતિય અને તૃતિય નંબર સાથે ઉતીર્ણ થયેલ વિધ્યાર્થીને કિટ તેમજ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઇનામ વિતરણ સમારોહ લોકભાગીદારી દાતા બાબુભાઈ વિઠલભાઈ ઘેલાણી મુળ વહિયા હાલ સુરતના સહયોગથી શાળાના વિધ્યાર્થીઓને ઇનામ તેમજ મોમેન્ટો આપવામાં  આવેલ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવેલ.

Previous articleરાણપુર તાલુકા કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સન્નાટો
Next articleબાર પટોળીનાં શિક્ષકોએ સિલ્વર – ગોલ્ડ મેડલ મેળવ્યો