જાફરાબાદનાં ધારાબંદરમાં રાત્રીસભાનું થયેલું આયોજન

424

જાફરાબાદના છેવાડે અરબી સમુદ્રની ગોદમાં કે જ્યાં ચોમાસામાં આ ગામની હાલત અતિ કફોડી થઇ જાય છે. છેક હેમાળ ચિત્રાસર સુધીના પરિમાણોના મારથી ધારાબંદર ગઇ કાલ બેટમાં ફેરવાયું હતું અને હિરાભાઇ સોલંકી તેમજ માજી તાલુકા પ્રમુખ કરણભાઇ બારૈયા દ્વારા બેટમાં ફેરવાઇ ગયેલ ગામની જનતાને ફુડપેકેટ પેકેટો બાળકોને માટે દુધની હજારો થેલીઓ અને અનાજ કીટ વિના મૂલ્યે અપાઇને ગામ લોકોના જીવ બચાવ્યા હતા. ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ હેલીકોપ્ટર દ્વારા હવાઇ નિરીક્ષણ કરી સહારો અપાઇ હતી તે બાબતે આ વખતે આવો કોઇ બનાવ ન બને તે માટે આગોતરા આ વિસ્તારના તમામ પ્રશ્નો માટે ડેપ્યુટી કલેકટર ડાભીના માર્ગદર્શનથી ધારાબંદર ગામે મામલતદાર ચાવડા, તાલુકા વિકાસ અધિકારી વાઘેલા પોલીસ ડિપાર્ટમેન્ટ સહિત બંને તાલુકા મથકો દ્વારા ગામના સરપંચ સુકરભાઇ સોલંકી, ઉપસરપંચ પંચ દોલુભાઇ બારૈયા તેમજ ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં રાત્રીસભાનું આયોજન કરાયું અને વિવિધ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી.

Previous articleબાર પટોળીનાં શિક્ષકોએ સિલ્વર – ગોલ્ડ મેડલ મેળવ્યો
Next articleઅમરેલી બારોટ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો