અમરેલી બારોટ સમાજ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ રેણુકાની ટીમ કે જેને કોઇ હોદ્દા પદની જરૂર નથી પણ એક ટ્રસ્ટ હોવાથી રાજુભાઇ રેણુકા સતત ૧૦ વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત રહી બારોટ સમાજના દરેક જિલ્લામાંથી તેજસ્વી તારલાના માર્કશીટ મંગાવી ૪૦૦ બારોટની હાજરીમાં ઇનામો તેમજ દરેક વિદ્યાર્થીઓને અભ્યાસ કિટોનું દાતા ગોપાલભાઇ સોઢા તેમજ ભીખુભાઇ બારોટ રાજુલા દ્વારા પણ સતત ૧૦ વર્ષથી અમરેલી બારોટ સમાજને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સમસ્ત બારોટ સમાજનું હાલના સમયે અસ્તિત્વ ટકાવવા અને રાજ્યથી કેન્દ્ર સરકારમાં પહોંચવાની જરૂરીયાત હોય તે માટે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થામાં જોડાવા પ્રદેશ કારોબારીના અમરૂભાઇ બારોટે સમસ્ત બારોટ સમાજ એક થઇ સદ્દશ્યતા અભિયાન પ્રથમ પગથીયું છે માટે દરેક જિલ્લા તાલુકામાં જવાબદારી સોંપેલ બારોટ સમાજના આગેવાનોનો સંપર્ક કરવો હિતાવહ રહેશે જો આજ નહીં સમજાય તો બારોટ સમાજને ભવિષ્યમાં પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે માટે બારોટ સમાજના અતૂટ સંગઠન એટલે વંશાવલી રાષ્ટ્રીય સંસ્થામાં વેલી તકે જોડાવા અમરૂભાઇ બારોટે હાંકલ કરી હતી. આ તકે પ્રદેશ કારોબારીના કનકભાઇ બારોટ, જગદીશભાઇ બારોટ રાજકોટ, તેમજ અમરેલી બારોટ સમાજને પ્રોત્સાહિત કરતા સંત મંગળા માતાજી સાઇ મંદિર કિશોરભાઇ રેણુકા, અરૂણભાઇ રેણુકા ભાવનગર બારોટ સમાજ પ્રમુખ, નંદાભાઇ બારોટ સાવરકુંડલા, ઘેલાણી સહિત ટ્રસ્ટ દ્વારા સન્માનીત કરાયા હતા. નટુભાઇ બારોટ, સાવરકુંડલા દાતા ઘનશ્યામભાઇ દુદાણી, હરેશભાઇ બારોટ – ગઢડા, તેમજ આ પ્રસંગને દિપાવવા બારોટ સમાજનું ગૌરવ એવા આઇસીડીએસ જિલ્લા અધિકારી મનિષાબેન બારોટ ખાસ ઉપસ્થિત રહેલ.