પ્રતિ વર્ષે જાગૃત વસાહત ફોરમ દ્વારા રાષ્ટ્રીય પર્વનું ઉજવણીની સાથે સાથે સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ, વ્યસન મુક્તિ, રક્તદાન, ચક્ષુદાન, જાગૃતિ અભિયાન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત સૌ મહેમનગણ તેમજ સેક્ટરના રહેવાસીઓનો સંસ્થા દ્વારા તેમજ ગુપ્તા સ્પોર્ટસ્ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય પર્વ “પ્રજાસત્તાક દિન”ની ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સેક્ટર-૧૪ સ્થિત જાગૃતિ વસાહત ફોરમ – ગાંધીનગર દ્વારા ગુપ્તા સ્પોર્ટસ્ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગની સાથે સાથે શૌર્ય ગીતોની રમઝટ તેમજ નાના બાળકોને માટે વિવિધ રમત-ગમતની પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ ંહતું. જેના વિજેતા બાળકોને ઈનામ દ્વારા અને ઉપસ્થિત સૌ બાળકો અને નગરજનોને પ્રસાદીનું વિતરણ પણ ગુપ્તા સ્પોર્ટસ્ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહેમાનોનું પણ કેપ પહેરાવીને તેમજ તિંરગાની પ્રતિકૃતિ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગને દિપાવવા આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડી રાજીવ ગુપ્તાજી પણ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમ સંચાલનમાં અને સહયોગમાં પોતાની ખાસ ભૂમિકા અદા કરી હતી. જાગૃતિ વસાહત ફોરમના મહેન્દ્રભાઈ કે. ચૌહાણ ‘સાગર’ તેમજના ધર્મપત્ની અને કાર્યક્રમના સંચાલક ઉષાબેન એમ. ચૌહાણ સહિત સંજીવ ગુપ્તા, જ્યોતિ ગુપ્તા, સંજુ ગુપ્તા તેમજ સમસ્ત ગુપ્તા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેતન કરવામાં આવી હતી.