બાપુ ગુજરાત નોલેજ વિલેજ, વાસન મુકામે આજ રોજ એન્જિનિયરીંગ, ફાર્મસી, બી. એસ.સી. તથા કાયદાના વિવિધ અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે નવસંસ્કરણ સમારોહની સાથે સંસ્થામાં પ્રથમ ક્રમાંક મેળવેલા વિદ્યાર્થીઓનો અભિવાદન સમારોહ અને સંસ્થાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ સમારોહનો મુખ્ય ઉદેશ સંસ્થામાં જોડાયેલા નવા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીમિત્રો સંસ્થાની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસ્થામાં રહેલ વિવિધ સુવિધાઓ તથા સંસ્થાના નિતી નિયમો અને કર્મચારીગણથી વાકેફ થાય તે હતો.
આ સમારોહના અધ્યક્ષ સ્થાને બાપુ ગુજરાત નોલેજ વિલ્જના સ્વપ્નદ્રષ્ટા શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.