આજે બગદાણા ખાંભા રૂટની એસટી બસ પુલ નજીક મોટ ભુવા મા ફસાઈ ગઈ અને બસ અધ્ધરતાલ થઈ ગઈ હતી મુસાફર મા દેકારો મચી જવાપામ્યો હતો અંદાજે ૩૫ મુસાફર હોવાનું કહેવાય છે એસટી ની મીની બસ ફસાઇ જતાં નજીક ના લોકો દોડી આવ્યા હતા અને મુસાફરો ને બહાર કાઢવામાં આવ્યા હતા અને એસટી ડેપો ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે કોઈ ને ઈજા પહોંચી નો તી પણ નજીક પુલ આવેલ હોઈ મોટી ઘટના બનતા અટકી ગઈ હતી અને સુત્રો ના જણાવ્યા મુજબ દેકારો પડકાર થવા માંડયા હતા મોટી ઘટના બની હોત તો ? એમ માત્ર નામ થી અરેરાટી વ્યાપી જવા પામી હતી અને તત્ર દ્વારા એસટી બસ ને (મોટા ખાડામાંથી) બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો મુસાફરો અટવાયા હતા અને સ્થળ પર જવા મા ખાસ્સો સમય લાગ્યો હતો