આગામી દિવસોમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે દારૂ – જુગાર સહિત અસામાજિક પ્રવૃત્તિઓ જિલ્લાભરમાંથી નેસ્તનાબુદ કરવાની અપાયેલી સૂચનાનાં આધારે સિહોર પોલીસે આજે પૂર્વ બાતમીના આધારે ગૌતમેશ્વર રોડ પર રહેણાંકી મકાનમાં દરોડો પાડીને ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લીધી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણા ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન તળે સિહોર ઇન્ચાર્જ પીઆઇ સોલંકી તથા સ્ટાફના ગૌતમભાઇ રામાનુંજ, રાજભા, જાગૃતિબેન ગઢવી, સહિત સ્ટાફે પૂર્વ બાતમીના આધારે ગૌતમેશ્વર રોડ પર મસાણી મેલડી માતાનાં મંદિરની પાછળ રહેણાંકી મકાનમાં દરોડો પાડતા ઘરમાં તલાશી લેતા ઘરમાંથી ૬,૩૭૯ ગ્રામ ગાંજો કિ.રૂા.૩૮,૨૭૪ નાં મુદ્દામાલ સાથે સંગીતાબેન રમેશભાઇ દવે નામની મહિલાને ઝડપી લઇ પો.સ્ટે. લાવી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ અને ગાંજાના સેમ્પલ એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.