બોટાદ ડબલ મર્ડરના આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

1314

ગઇ તા.૨૩/૦૬/૨૦૧૯ ના રોજ સાંજના સમયે બોટાદ ખોજાવાડીમાં રહેતા જાવેદ ઉર્ફે ગુલો ગુલમહંદભાઇ ઝાખરાએ બોટાદ શહેરના તાજપર સર્કલ નજીક નગીના મસ્જીદ પાસે રહેતા ફિરોજભાઇ ઉર્ફે પ્રેમજી નુરાભાઇ જોખીયાના મકાનની બાજુમા આવેલ ખાલી પ્લોટ પચાવી પાડવા બાબતે દાઝ રાખી ફિરોજભાઇ ઉર્ફે પ્રેમજી નુરાભાઇ જોખીયા ઉવ.૪૮ તથા તેઓના પિતા નુરાભાઇ અલ્લારખભાઇ જોખીયા ઉવ.૭૫ વાળાને છરીના ઘા મારી મોત નિપજાવી તેમજ મરણ જનાર ફિરોજભાઇની દિકરી સલમાબેન ડો/ઓ ફિરોજભાઇ જોખીયા ઉવ.૧૮ વાળીને પેટના ભાગે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઇજા કરી આરોપી જાવેદ ઉર્ફે ગુલો ગુલમહંમદભાઇ ઝાખરા નાશી ગયેલ જે બનાવ અંગે ઇજા પામનાર સલમબેન ડો/ઓ ફિરોજભાઇ જોખીયાએ સોનાવાલા જનરલ હોસ્પીટલ બોટાદ ખાતે પોતાની ફરીયાદ જાહેર કરતા બોટાદ પો.સ્ટે ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭,૩૩૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ બોટાદ પો.સ્ટે ના ઇ/ચા પોલીસ ઇન્સપેકટર એસ.વાય.ઝાલાએ સંભાળ્યા બાદ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર નાંઓની સુચનાથી તથા પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધીકારી રાજદિપસિંહ નકુમએ આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે આ ગુન્હાના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હાના આરોપી જાવેદ ઉર્ફે ગુલો ગુલમહંદભાઇ ઝાખરા જાતે મુસ્લીમ સંધી ઉવ.૨૧ રહે.બોટાદ ખોજાવાડી વાળાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આજ રોજ તા.૨૪/૦૬/૨૦૧૯ ના રોજ કલાક ૧૩/૩૦ વાગ્યે ધરપકડ કરી આગળની કાર્યવહિ હાથ ધરેલ છે.

Previous articleસિહોરમાં ૬ કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઇ
Next articleડો. શ્યામાપ્રસાદનો નિર્વાણદિન ઉજવાયો