બોલિવુડ સ્ટાર દિશા પટની અને ટાઇગર શ્રોફ લાંબા સમયથી પોતાના અફેયરને લઇને ચર્ચામાં રહે છે. અલબત્ત બંનેએ ક્યારેય જાહેરમાં સંબંધોની કબુલાત કરી નથી. હવે એવા હેવાલ આવી રહ્યા છે કે બંને એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી ચુક્યા છે. બંને એકબીજાના મિત્રો તરીકે રહેશે પરંતુ સંબંધોને લઇને અલગ પડી ગયા છે. બંને છેલ્લા કેટલાક દિવસથી એકસાથે નજરે પડી રહ્યા હતા. લંચ અને ડિનર ડેટ પર સાથે જઇ રહ્યા હતા. જો કે બંને દ્વારા સંબંધોની કબુલાત ક્યારેય કરવામાં આવી ન હતી. હાલમાં પિંકવિલામાં પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દિશા અને ટાઇગર અલગ થવાનો નિર્ણય કરી ચુક્યા છે. આ રિપોર્ટ મુજબ બંનેના નજીકના સુત્રોએ કહ્યુ છે કે બંને હવે પ્રેમ સંબંધમાં નથી. સોર્સનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક સપ્તાહ ટાઇગર અને દિશાના સંબંધ ખુબ ભારે રહ્યા છે. એકબીજાથી અલગ થવાનો નિર્ણય બંનેએ સાથે મળીને કર્યો હોવાના હેવાલ મળી રહ્યા છે. જો કે આને સમર્થન મળી રહ્યુ નથી. થોડાક દિવસ પહેલા ઇન્ટરનેટ પર એવા હેવાલ આવ્યા હતા કે દિશા અને આદિત્ય ઠાકરે વચ્ચેના સંબંધ મજબુત બની રહ્યા છે. બંને સાથે પણ નજરે પડી રહ્યા હતા. જો કે મોડેથી જાણવા મળ્યુ હતુ કે ટાઇગર અને દિશા અલગ થઇ જવા માટેના કારણ આ બંને ન હતા. એવુ પણ જાણવા મળ્યુ છે કે ટાઇગર અને દિશા વચ્ચે મતભેદો તો છેલ્લા કેટલાક સમયથી રહ્યા છે જેને ઉકેલી દેવાના પ્રયાસો બંને દ્વારા કરવામાં આવી રહ્યા હતા. હવે બંને નિર્ણય કરી ચુક્યા છે કે લવર્સ કરતા સારા મિત્રો તરીકે રહેશે. બોલિવુડમાં આ પ્રકારના કિસ્સા હવે વધારે જોવા મળે છે.
વિતેલા વર્ષોમાં રણબીર કપુર અને દિપિકા વચ્ચે પણ પ્રેમં સંબંધ હતા. વર્ષો સુધી પ્રેમમાં રહ્યા બાદ બંને અલગ થઇ ગયા હતા.