સચિવાલયમાં ટ્રાફિક અવરનેશ ચેકીંગને પગલે હેલ્મેટ વગરના સરકારી બાબુઓને પરસેવો વળી ગયો 

865
gandhi6-2-2018-3.jpg

ગાંધીનગરમાં આરટીઓ દ્વારા ટ્રાફિક અવરનેશ ચેકીંગ ઝૂંબેશ અંતર્ગત સરકારી કચેરીઓમાં કામ કરવા આવતાં સરકારી બાબુઓ માટે સચિવાલયના દરેક ગેટ ઉપર ચેકીંગ હાથ ધરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં તમામ સરકારી બાબુઓને ઉભા રાખી ચેકીંગ તથા સ્થળ પર દંડ ફટકારવાનું આજરોજ સવારથી બપોર સુધી હાથ ધરાતાં સરકારી બાબુઓને પણ પરસેવો વળી ગયો હતો. 
આરટીઓએ જુદી જુદી ઓફિસમાંથી કર્મચારીઓ બોલાવી મોટી સંખ્યામાં ચેકીંગ અવરનેશ હાથ ધરતાં પરંપરાગત રીતે હેલ્મેટ વગર આવતા કર્મચારીઓ સપડાયા હતા અને પકડાયા બાદ જાતજાતના બહાના પણ કરતાં જોવા મળ્યા હતા. તો કેટલાંક સરકારી રોફ દેખાડવાનો પ્રયત્ન કરતાં પર જોવા મળ્યા હતા. પરંતુ આ ચેકીંગમાં અનિયમિતતાઓ મળતા મેમો તેમજ સ્થળ પર જ દંડ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 

Previous article સીનેમેકસમાં તોડફોડ કરનાર ઝડપાયા
Next article સમસ્ત કોળી સમાજના સમુહ લગ્ન