ભારત વર્લ્ડ કપનું પ્રબળ દાવેદાર, પણ બાંગ્લાદેશ તેમને હરાવશે : શાકિબ

482

સ્ટાર ઓલ રાઉન્ડર શાકિબ અલ હસનનું માનવું છે કે, બાંગ્લાદેશ ભારતને હરાવી શકે છે. પણ ટ્રોફીની પ્રબળ દાવેદાર ટીમને હરાવવા માટે તેમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. શાકિબે શાનદાર પ્રદર્શન કરતાં અફઘાનિસ્તાન સામેની મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. અને સાથે જ બોલિંગમાં ૫ વિકેટ પણ ઝડપી હતી. બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને ૬૨ રનોથી માત આપી હતી.

હવે બાંગ્લાદેશને ભારત (૨ જુલાઈ) અને પાકિસ્તાન (૫ જુલાઈ) હરાવવું પડશે, જેથી તે સેમિફાઈનલ સુધી પહોંચી શકે. શાકિબે કહ્યું કે, ભારત ટોપની ટીમ છે. અને વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર છે. તેમને હરાવવું સહેલું નહીં હોય. પણ અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.

તેણે કહ્યું કે, અનુભવથી મદદ મળશે. અમારે ભારતને હરાવવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ભારતની પાસે વિશ્વ સ્તરીય ખેલાડીઓ છે. જે પોતાના દમ પર મેચ જીતાડી શકે છે. પણ મારું માનવું છે કે, અમે તેઓને હરાવી શકીએ છીએ. બાંગ્લાદેશના સ્પિન બોલિંગના કોચ સુનીલ જોશીએ કહ્યું કે, અમને ખબર છે કે, તે સ્પિનરોને ખૂબ સારી રીતે રમે છે. પણ અમે પણ સ્પિનના મહારથી છે અને તે અફઘાનિસ્તાન સામેની મેચમાં સાબિત થઈ ગયું છે.

Previous articleઅભિનેત્રી અનંદિતાને મળ્યો આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટ
Next articleઈંગ્લેન્ડના કેપ્ટને સ્મિથ-વોર્નર માટે સન્માનની અપીલ કરવાનો ઈન્કાર કર્યો