હેડક્વાર્ટરમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ

585

કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

નવનિર્મિત પોલીસ હેડક્વાર્ટરના કોન્ટ્રાક્ટ રાખનાર ભુજની શ્રી શક્તિ કન્સ્ટ્રકશન સાઈડ પરના સુપરવાયઝર રાકેશ છોટાલાલ રાઠોડે જણાવ્યું છે કે ફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલા એન્ટિક સિરામીકમાંથી કેમિકલ લઈને તેઓ પરત આવતા હતો. એ દરમ્યાન પોલીસ હેડક્વાટરની સાઈડ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓએ યુવાનને આડેધડ માર માર્યો હતો. બાદમાં બપોરના બે વાગ્યે અમે રસોડા પર જમવા જતા રહ્યાં હતા. ત્યારે સાડા ત્રણ વાગ્યે ઓરડી પાછળ જોયુ તો કિશોરભાઈ પોલીસ વાળા જીઆરડી જવાન હાર્દિક ઉર્ફે લાલો બરાસરા, કમલેશ દેગામાં અને અન્ય ત્રણ જીઆરડી જવાનો આડેધડ માર મારી રહ્યા હતા અને યુવાન ત્યાં પડ્યો હતો. જેથી અમે અમારા સાઈટના એન્જીનિયર નરેશભાઈને વાત કરતા તેઓએ હેડક્વાર્ટરનાના આરએસઆઈ મુધવાને ફોન કરી જણાવ્યું અને બાદમાં મારી સાથે સાઈટ પર રહેલા હિરેન ભાનુશાલી એ ૧૦૮માં ફોન કર્યો, પરંતુ ૧૦૮ને ફોન લાગતો ન હતો એ સમયગાળા દરમિયાન બાદમાં ૧૦૮ને ફોન લાગતા ટીમ ત્યાં આવી પહોંચીને યુવાનને મૃત જાહેર કર્યો હતો.

આ સમય દરમિયાન પોલીસ પણ આવી જતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અજાણ્યો યુવક કોણ છે ? તે અહીંયા કંઈ રીતે આવ્યો ? તેને લાવવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ અંગત સ્વાર્થ ખાતર તેને કોઈના કહેવાથી લાવવામાં આવ્યો હતો એ તમામ પ્રશ્નો અકબંધ છે જે આરોપીઓ પકડાય જાય પછી જ બહાર આવશે. હાલ પોલીસે મૃતક યુવાનના પરિવારની ઓળખ મેળવવા માટે અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Previous articleટ્રેનના ઝટકામાંથી મુક્તિ મળશે, કોચને જોડવા માટે રેલવે દ્વારા નવા હૂકનો પ્રયોગ
Next articleતંત્ર જાગ્યું… ચમકી તાવમાં બાળકોનાં મૃત્યુ બાદ લીચીનું સઘન ચેકીંગ હાથ ધરાયું