હાલમાં બિહારના મુઝફપુર તથા આજુબાજુના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ (ચમકી) એકયુટ એનકેફેલાઈટીસ સિન્ડ્રોમ રોગનો શિકાર બનેલા છે. જે થવા માટેનું એક સંભવિત કારણ લીચી હોવાનું શક્યતા દર્શાવેલું છે. આરોગ્ય વિભાગે શહેરમાંથી ૧૪૨ કિલો લીચીનો નાશ કર્યો છે. અલગ અલગ ૯ ફ્રુટ માર્કેટમાંથી આ લીચીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે બિહારના મુઝફફર અને આસપાસના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ આવવાની ઘટના બની હતી. જે થવા પાછળનું સંભવિત કારણ લીચી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરની ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગેનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતે ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગેનું સઘન ચેકીંગ હાથ ધરેલ હતું જેમાં ચેકીંગ દરમ્યાન બિન આરોગ્યપ્રદ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલો.
લીચી એ સામાન્ય રીતે મે થી જુલાઈ માસ દરમ્યાન ઉતર ભારતીય રાજ્યોમાં ઉત્પાદન થાય છે. લીચીની જાળવણી ઠંડા તાપમાને કરવી પડે છે અન્યથા તુરંત જ બગડી જય છે. જાહેર જનતાએ લીચીની ખરીદી તથા ઉપયોગ કરતી વખતે નીચે દર્શાવેલી બાબતોનું ધ્યાન રાખવું તથા સાવચેતી રાખવી જરૂરી છે.