ચોમાસુ શરૃ થતાં વીજ કંપની અને સ્થાનિક આગેવાનોની બેદરકારી સામે આવી રહી છે, ખોખરા પોલીસ સ્ટેશન પાસે આવેલી કચરા પેટી નજીક ગાયો એઠવાડ ખાઇ રહી હતી બીજીતરફ કચરા પેટી પાસે જ ખુલ્લો વીજ વાયર પડેલો હતો. જેથી કરંટ લાગતા ત્રણ ગાયો તરફડીયા મારીને મોતને ભેટી હતી કરંટ બાદ ઇલેકટ્રીક પેટીમાં ધડાકો થતાની સાથે સમગ્ર વિસ્તારમાં લાઇટ પણ જતી રહી હતી.
ખોખરા પોલીસ સ્ટેશન પાસે જાહેર રોડ પર કચરા પેટી કચરાનું કન્ટેનર હતુ. જ્યાં ગાયો એઠવાડ ખાતી હતી બીજીતરફ કચરા પેટી પાસે જીવતા વીજ વાયર ખુલ્લા પડેલા હતા જેથી એક પછી એક કરીને ત્રણ ગાયોને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તરફડીયા મારીને ગાયો મોતને ભેટી હતી.
આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોને ટોળે ટોળે એકઠા થઇ ગયા હતા જો કે ગાયોને કરંટ લાગ્યા બાદ ફોલ્ટ થતાં ધડાકા સાથે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.