ગાંધીનગરમાં રક્ષાશક્તિ સર્કલથી ઈન્ફોસિટી જવાના સર્વિસ રોડ પર જમીન સોમવારે સાંજે ધડાકા થઈ ધૂમાડા નીકળવા લાગ્યા હતા. જોકે, ફાયરવિભાગના કહેવા પ્રમાણે અંડરગ્રાઉન્ડ કેબલમાં શોર્ટસર્કિટથી આ ઘટના બની છે. અંડરગ્રાઉન્ડ કેબલ ક્યાંક સામાન્ય કપાઈ ગયો હોવો જોઈએ, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરતા શોર્ટસર્કિટથી આ ઘટના બની હોવી જોઈએ