યાત્રાધામ બહુચરાજી મંદિર પરિસરમાં વિધ્નહર્તાના દર્શન માટે ભકતોનો ઘસારો

544

યાત્રાધામ બહુચરાજીમાં બિરાજમાન છે દેવાધિદેવ ગણેશજી. શક્તિપીઠ બહુચરાજી માતજી મંદિર પરિસરમાં બિરાજમાન છે ગણેશજી. અહીં આ મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન માત્રથી સિદ્ધિવિનાયક ગણપતિ અનુભૂતિના દર્શન થાય છે. આ ગણેશજી દર્શન માત્રથી સઘળા દુઃખો દૂર થવાંની માન્યતા છે.

શક્તિપીઠ બહુચરાજી માતાજી મંદિર પરિસરમાં વિઘ્‌નહર્તા ગણેશજી બિરાજમાન છે. બહુચરાજી મંદિરની પૂર્વ દિશામાં જર્જરિત મંદિરમાંથી આ પ્રાચીન ગણેશજીની પ્રતિમાને મંદિરમાં પુનઃ સ્થાપિત કરી હોવાની માન્યતા છે. આ મંદિરમાં બિરાજમાન ગણેશજીની સ્થાપના વડોદરાના રાજવી માનાજી રાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. આ ગણેશજીને સિંદૂરીયા ગણેશજી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દર પુનમ તેમજ દર ચોથ અને રવિવારના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. અહીં વિઘ્‌નહર્તા ગણેશજીના દર્શન માત્રથી આધિ, વ્યાધિ અને ઉપાધિ તમામ દૂર થતી હોવાની માન્યતા છે. સાચા મનથી જે કોઈ મનોકામના ભક્તો દ્વારા રાખવામાં આવે તે તમામ પૂર્ણ થાય છે.

શક્તિપીઠ બહુચરાજી દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પધારે છે. અહીં આવતા તમામ ભક્તો વિઘ્‌નહર્તા ગણેશજીના દર્શનનો અવશ્ય લાભ લે છે. અહીં દાદાને લાડુનો પ્રસાદનો વિશેષ મહિમા છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતાં ધરોની માળા તેમજ લાડુનો ભોગ અચૂક દાદાને અર્પણ કરે છે. ગુજરાતભરમાંથી આવતા તમામ શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર આ સ્થાનક છે. અહીં આવતા શ્રધ્ધાળુ અનેક પ્રકારની માનતા રાખતા હોય છે એ તમામ ભક્તોના દુઃખનું નિવારણ વિઘ્‌નહર્તા ગણેશજી ચોક્કસથી કરે છે આથી અહીં માઇ ભક્તોનો મોટા પ્રમાણમાં જમાવડો પણ જોવા મળે છે.

આ ગાયકવાડ સરકાર દ્વારા સ્થાપિત પ્રાચીન ગણેશજી મંદિરના દર્શનાર્થે આવતા તમામ ભકતોની અનોખી આસ્થા આ સ્થાનક સાથે જોવા મળે છે. અહીં દાદાના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે

Previous articleRTIમાં ટ્રસ્ટના હિસાબની માહિતી માગનારા લેક્ચરર પર હુમલો
Next articleટાઉનહોલમાં નિતિનભાઇ પટેલ દ્વારા મિશાવાશીઓનું સન્માન કરાયુ