ટ્રાફિક નિયમનો ભંગ કરનારને હવે ફરીથી ઇ-મેમો ફટકારાશે, કેમેરા નહીં હોય ત્યાં સ્થળ દંડ વસૂલાશે

514

ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વાહનચાલકોને ગાંધીનગર ટ્રાફિક પોલીસે ઇ-ચલણ બંધ કરી સ્થળ દંડ આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે ફરી એકવાર હેલ્મેટ ન પહેરનાર અને સીટ બેલ્ટ ન બાંધનાર વાહનચાલકોને ઇ-મેમો આપવાનું શરૂ કરવા જિલ્લા પોલીસવડાએ આદેશ કર્યા છે.

રાજ્યના પાટનગરમાં વાહનચાલકોને ઇ મેમો આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આજથી તે કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લા સીસીટીવી કંટ્રોલરૂમમાંથી હેલ્મેટ અને સીટબેલ્ટ ન બાંધનાર વાહનચાલકને ઇ ચલણ આપવા આદેશ કર્યા છે. જે જંકશન કે સર્કલ પર સીસીટીવી કેમેરા છે. ત્યાં સ્થળ દંડ આપવામાં નહિ આપવામાં આવે જો કે જ્યાં સીસીટીવી કેમેરા નથી તેવા ચાર રસ્તા પર સ્થળ દંડ વસુલવામાં આવશે.

Previous articleટાઉનહોલમાં નિતિનભાઇ પટેલ દ્વારા મિશાવાશીઓનું સન્માન કરાયુ
Next articleઅમિત શાહ આજથી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે