રાજુલાની સેન્ટ થોમસ સ્કુલની મનમાની સામે એનએસયુઆઇનો રોષ : આંદોલનની ચીમકી

540

રાજુલાની વિવાદી સેન્ટથોમસ સ્કુલના સંચાલકો વિદ્યાર્થીઓનું શોષણ બાબતે વિવાદ વકર્યો છે. સરકારના પરિપત્રનો ઉલાળીયો કરી મનમાની ફી યુનિફોર્મ, ચોપડાઓ એ કહે ત્યાંથી લેવા મુદ્દે એનએસયુઆઇ ટોળા સાથે શાળામાં ઘુસ્યા નહીં સુધરે તો આંદોલનની ચીમકી આપી હતી.

ઘણાં સમયથી રાજુલાની સેન્ટથોમસ સ્કુલ વિવાદમાં સપડાયેલ રહી છે. તેમાં ઓછામાં પુરૂ સેન્ટથોમસ સ્કુલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું શોષણ સામે આવતા એનએસયુઆઇ દ્વારા શાળામાં ટોળા સાથે જઇ હંગામો મચાવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ રાજુલાની સતત વિવાદિત સેન્ટથોમસ સ્કુલના સંચાલકો દ્વારા તે કહે ત્યાંથી યુનિફોર્મ લેવા તે કહે ત્યાંથી ચોપડા લેવા અને સરકારના નિયમોને નેવે મુકી મન ફાવે તેવી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલ કરવા જેવા અનેક પ્રશ્નોથી મનમાની કરતા આખરે એનએસયુઆઇના કાર્યકર્તાઓ સ્કુલમાં ઘુસી ગયાથી આખરે પોલીસ બોલાવવી પડી હતી. તેમ છતાં થોમસ સ્કુલ સંચાલકો વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ નહીં કરે તો સ્કુલ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Previous articleગઢડા ખાતે રથયાત્રા મુદ્દે પોલીસ વડાની બેઠક યોજાઇ
Next articleમોટી પાણીયાળી સીઆરસી દ્વારા શાળાઓમાં “બાલમેળો” યોજાયા