બરવાળા ભાજપ મહિલા મોરચા દ્વારા મમતા બેનરજીને જયશ્રીરામનાં પોષ્ટકાર્ડ લખાયા

543

બરવાળા ખાતે મહિલા મોર્ચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને જય શ્રી રામ ના પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા જેમાં અલ્પાબા વિજયસિંહ ચુડાસમા(ઉપ પ્રમુખ મહિલા મોર્ચો બોટાદ જિલ્લા ભાજપ), મહિલા મોર્ચાના કાર્યકર્તા તેમજ હોદેદારો ઉપસ્થિત રહી પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.

બરવાળા મુકામે મહાવીરજીની પાછળ તા.૨૪ના રોજ કલાકે અલ્પાબા વિજયસિંહ ચુડાસમા(ઉપ પ્રમુખ મહિલા મોર્ચો બોટાદ જીલ્લા ભાજપ) ની આગેવાની હેઠળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ને જય શ્રી રામના પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.

ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૧૮ ઉમેદવારો પશ્ચિમ બંગાળમાં જીતીને આવતા તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા જય શ્રી રામના નારા લગાવતા લોકોની ધરપકડ કરવામાં આવતી હોવાના વિરોધમાં ભાજપ બોટાદ જીલ્લા મહિલા મોર્ચા દ્વારા મમતા બેનર્જીને પોસ્ટકાર્ડ લખી વિરોધ નોંધાવ્યો હતો તેમજ મમતા બેનરજી દ્વારા કરેલ કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતુ.

Previous articleમોટી પાણીયાળી સીઆરસી દ્વારા શાળાઓમાં “બાલમેળો” યોજાયા
Next articleબાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં બે પેવીંગ રોડનાં કામનું ખાતમૂહૂર્ત