બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં બે પેવીંગ રોડનાં કામનું ખાતમૂહૂર્ત

723

આજ રોજ બાબરકોટ ગામે  છગનભાઈ શિયાળ નાં ઘર થી સભ્ય બચુભાઈ સાંખટનાં ઘર  તરફ જતા માર્ગમાં બ્લોક પેવિંગ રોડના  કામનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.

ખાત મુહૂર્ત સમયે યુવા સરપંચ, અનકભાઈ છનાભાઈ સાંખટ, ઉપસરપંચ પ્રવિણભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતનાં સભ્ય હરેશભાઈ મકવાણા, સભ્ય બીજલભાઈ સાંખટ, બચુભાઈ સાંખટ , વીરાભાઈ સાંખટ , જયતિભાઈ શિયાળ, દિનેશભાઈ શિયાળ, ભિમજીભાઈ મકવાણા, પાતાભાઈ વાળા, દેવાભાઈ તેમજ ટૂંક સમય પહેલા જ ચૂંટાયેલા નવયુક્ત યુવા સભ્ય દિનેશભાઈ બચુભાઈ સાંખટ સહીત નાં તમામ બાબરકોટ ગ્રામ પંચાયત નાં તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ  કનુભાઈ હકાભાઈ સાંખટ , રૂખડભાઈ બારૈયા, વશરામ શિયાળ, વગેરે બહોળી સંખ્યા મા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બાબરકોટ ગામે છેલ્લાં ૧ વર્ષનાં સમયગાળા દરમ્યાન ૨૨ જેટલા વિકાસ લક્ષી કામો  થયાં છે. તેમાં ૧૦ બ્લોક પેવીંગ રોડ, ૦૪ સી.સી.રોડ,૦૫ પી.વી.સી.ગટર કામો, ડિજિટલ ગ્રામ પંચાયત ઓફીસ, સ્ટ્રીટ લાઈટ તથા  ગામ લોકોને બેઠવા માટે ગામનાં તમામ વિસ્તારમા બાંકડા નું કામ વગેરે કુલ મળીને ૧ વર્ષમાં ૨૨  કામો કરીને જિલ્લામા  ૧ વર્ષમાં સૌથી વધું વિકાસલક્ષી કામ કરતી એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત છે.

રોડનું ખાત મુહરત થતાની સાથે જ પ્લોટ વિસ્તારમાં રહેતાં  લોકો દ્વારા પોતાની જાત મહેનતે રસ્તા પર નડતરરૂપ બાવળ,ઉકરડા,ઓટલીઓ, વગેરે દૂર કરીને મદદરૂપ થયા હતા.સરપંચ અનકભાઇ સાંખટ દ્વારા મદદરૂપ થનાર ગામના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં પ્રથમ વાર બ્લોક પેવીંગ રોડનું  ખાત મુહરત થતા પ્લોટ વિસ્તારમાં રહેતાં  લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Previous articleબરવાળા ભાજપ મહિલા મોરચા દ્વારા મમતા બેનરજીને જયશ્રીરામનાં પોષ્ટકાર્ડ લખાયા
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી