સમગ્ર દેશ કે રાજ્યોના બાળકો બોરવેલમાં પડી જવાની ઘટના બનતી રહેતી હોય છે. આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત થઇ રાજુલાના એક યુવકે રેસ્ક્યુ રોબોટ બનાવ્યો છે. આ રોબોટની મદદતી બોરવેલમાં ફસાયેલ બાળકને બહાર કાઢવામાં સરળતા પડશે. આ યુવક આગામી તા.૨૭મીએ દિલ્હી પ્રધાનમંત્રીને મળવા જશે. રાજુલામાં રહેતા મહેશભાઇ આહિર નામના યુવાને આ રેસ્ક્યું રોબોટનું સર્જન કર્યું છે. મહેશભાઇ ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે મોટેભાગે બોરવેલમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવામાં સફળતા મળતી નથી જેને પગલે તેમણે સતત ચિંતા અને ચિંતન કરી કંઇક નવી શોધ કરવા વિચારણા કરી હતી. અને જોતજોતામાં તેમણે એક રેસ્ક્યુ રોબોટનું સર્જન કરી દીધું હતું. તેમજ આ પાંચાળી આહિરના યુવાન પુત્ર મહેશભાઇ ઉકાભાઇ કવાડ એક ખુડત પુત્ર છે. હાલમાં મહુવા રોડ રેલ્વે ફાટક યદુનંદન સોસાયટી પાસે જ રહે ચે. પણ તેની મગજ શક્તિએ તેમને દિલ્હી નરેન્દ્રભાઇ મોદીનું તેડુ હોય અથી વિશેષ શું હોય આ બાબતે તાલુકા પંચાયત ઉપપ્રમુખ આહિર અરજણભાઇ વાઘ, જીલુભાઇ બારૈયા, તેમજ પૂર્વસંસદીય સચિવ હિરાભાઇ સોલંકી દ્વારા તેમને શુભેચ્છા અપાઇ હતી.