ઘોઘા બી.આર.સી ભવન ખાતે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ઘોઘા તાલુકાના આચાર્યોની મિટિંગ યોજાય જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા,તાલુકા શિક્ષણ અધિકારી ડી.કે.ઉપાધ્યાય, એ.ટી.ડી.ઓ. હરેન્દ્રસિંહઝાલા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ સજુભા ગોહિલ, બી.આર.સી. વિજયભાઈ કંટારીયા ઉપસ્થિતિ રહયા,પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા આચાર્યોના સ્થાનિક પ્રશ્નો સાંભળ્યાં, પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણી, રસ્તા, શાળામાં ફરતી દિવાલ, જુના જર્જરિત ઓરડાઓ સહિત વિષય પર ચર્ચાઓ કરવામાં આવી અને પ્રમુખ દ્વારા પીવાના પાણી, શાળા ફરતે દીવાલ બનાવવા, અને રસ્તા નું રીપેરીંગ અને જરૂર હોય ત્યાં માટી કામ કરી આપવા ખાતરી આપવામાં આવી, પ્રમુખ અને તાલુકા વિકાસ ધિકારી દ્વારા શિક્ષણ સિવાય જન્મ અને મરણ ના રજીસ્ટર શિક્ષક પાસે છે તે લય ને તલાટી મંત્રી ને આપવા ની ખાતરી આપવામાં આવી, આચાર્યો અને પ્રમુખ અને અધિકારીઓ વચ્ચે ખુલ્લા મને ચર્ચાઓ કરવામાં આવી અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું,તાલુકાની શાળાઓમાં ગણિત વિજ્ઞાન ના શિક્ષકો ની ઘટ ને કારણે શિક્ષણનું સ્તર નીચું ગયું છે ત્યારે પ્રમુખ દ્વારા આ પ્રશ્નની રજુવાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને કરવા અને જરૂર પડે વિધાનસભામાં રજૂ કરવા મોકલવામાં આવશે તેમ જણાવ્યું.